આ છે હાઈ કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવાનો સૌથી સરળ અને 100% અસરકારક આયુર્વેદિક ઉપચાર….જીવો ત્યાં સુધી નહિ આવે હાર્ટએટેક…

મિત્રો ખાણીપીણી પર આપણું નિયંત્રણ ન હોવાના કારણે શરીરને અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આવી જ સમસ્યાઓમાં એક કોલેસ્ટ્રોલની સમસ્યા છે. સમય રહેતા જો તેને નિયંત્રિત કરવામાં ન આવે તો તે હૃદય સંબંધિત અનેક ગંભીર રોગોનું કારણ બની શકે છે. જેથી આ સમસ્યાથી સતર્ક રહેવું અતિ જરૂરી છે. પરંતુ તમે ખાન પાન અને જીવનશૈલીમાં થોડું પરિવર્તન લાવીને કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરી શકો છો.

મિત્રો આજના સમયમાં હાઈ કોલેસ્ટ્રોલની સમસ્યા દરેક ઉંમરના લોકોમાં જોવા મળે છે. ગતિવિહીન જીવનશૈલી અને શારીરિક પ્રવૃત્તિઓ ન કરવાના કારણે લોકોને શરીરમાં કોલેસ્ટ્રોલનું લેવલ વધી રહ્યું છે. જો કોલેસ્ટ્રોલ લેવલ હદ કરતા પણ વધારે વધી જાય તો આ હાર્ટ એટેક અને અન્ય અનેક પ્રકારની ગંભીર બીમારીઓનું કારણ પણ બની શકે છે.કોલેસ્ટ્રોલ ને નિયંત્રિત કરવા માટે લોકો અનેક પ્રકારની દવાઓનો સહારો પણ લે છે. જો તમને એવું કહેવામાં આવે કે હાઈ કોલેસ્ટ્રોલને તમે ઘરે બેઠા જ માત્ર પાંચ રૂપિયામાં નિયંત્રિત કરી શકો છો, તો શું તમને વિશ્વાસ થશે? કદાચ નહીં થાય, પરંતુ આવું સંપૂર્ણ રીતે સંભવ છે. તો આજે આપણે આયુર્વેદિક ડોક્ટર દ્વારા કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવાની સૌથી સરળ અસરકારક અને ખૂબ જ સસ્તી રીત જાણી લઈએ.

1) હાઈ કોલેસ્ટ્રોલ ને ઘરે બેઠા આવી રીતે નિયંત્રિત કરી શકાય:- આયુર્વેદિક ડોક્ટરના જણાવ્યા પ્રમાણે જે લોકો હાઈ કોલેસ્ટ્રોલની સમસ્યાથી લડે છે અને તેના માટે તેઓ વિવિધ પ્રકારની દવાઓ લે છે. તેઓ કેટલાક આયુર્વેદિક ઉપચાર અપનાવીને કોલેસ્ટ્રોલને સરળતાથી ઘરે જ નિયંત્રિત કરી શકે છે. તેના માટે સૌથી પહેલા અળસીના બીજ લો અને તેને મિક્સરમાં નાખીને પીસીને તેનું ચૂર્ણ બનાવી લો. ત્યારબાદ ચૂર્ણને એક ડબ્બામાં રાખી લો.

તમે દરરોજ ખાલી પેટે હુંફાળા ગરમ પાણી સાથે એક થી બે ચમચી ચૂરણનું સેવન કરો. તેના સેવનથી માત્ર થોડા જ દિવસમાં તમારા શરીરમાં સારું કોલેસ્ટ્રોલ (HDL)નું પ્રમાણ વધશે અને ખરાબ કોલેસ્ટ્રોલ (LDL)નું લેવલ ઘટવા લાગશે. અળસીના બીજનું સેવન તમે લાંબા સમય સુધી કરી શકો છો. 2) પોષક તત્વોનો ખજાનો:- આયુર્વેદ એક્સપર્ટનું કહેવું છે કે અળસી પોષક તત્વોનો ખજાનો છે. તેના બીજમાં ઓમેગા 3 ફેટી એસિડ, ફાઇબર, એન્ટિઓક્સિડન્ટ, મેગ્નેશિયમ અને અનેક પ્રકારના પોષક તત્વો હોય છે. શાકાહારી લોકો માટે અળસી ઓમેગા 3 ફેટી એસિડનો મોટો સોર્સ છે. જો તમે સંપૂર્ણ રીતે સ્વસ્થ હોવ તો પણ અળસીના બીજનું સેવન કરી શકો છો. તેનાથી શરીરને અનેક ફાયદા થશે અને બીમારીઓથી બચાવ પણ કરી શકાશે. આયુર્વેદમાં અળસીને કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવા માટેનો રામબાણ ઈલાજ માનવામાં આવે છે .

અળસી ના બીજથી સ્વાસ્થ્યને થાય છે અનેક પ્રકારના મોટા ફાયદા:- આયુર્વેદિક જાણકારોનું કહેવું છે કે અળસીના બીજ ફાઇબરથી ભરપૂર હોય છે અને તેના સેવનથી ડાયજેસ્ટ સિસ્ટમ ખૂબ જ સારી થાય છે. શરીરને જરૂરી પોષક તત્વો મળે છે અને કોલેસ્ટ્રોલ નિયંત્રિત થાય છે. અળસીના બીજનું ચૂર્ણ જો દહીંમાં મેળવીને ખાવામાં આવે તો તેનાથી આંતરડા ને મજબૂતી મળે છે. હૃદયના સ્વાસ્થ્યમાં સુધારો કરવા માટે આનું સેવન કરી શકાય છે. એટલું જ નહીં, અળસીના બીજનું ચૂર્ણ બનાવીને તમે સલાડમાં પણ મેળવીને ખાઈ શકો છો. તેનાથી તમારું સ્વાસ્થ્ય ખૂબ જ સારું રહેશે. અને વિશેષ વાત એ છે કે આની કોઈ જ આડઅસર નથી થતી અને તમે લાંબા સમય સુધી તેનું સેવન કરી શકો છો.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

Leave a Comment