આવી રીતે અંજીર ખાશો તો જીવો ત્યાં સુધી નહિ આવે મોંઘુ દવાખાનું, 99% લોકો નથી જાણતા અંજીર ક્યારે અને કેવી રીતે ખાવા….

ડ્રાયફ્રુટ માં અનેક પ્રકારના ગુણોનો ખજાનો હોય છે. આવા ગુણો આપણા સ્વાસ્થ્યને ખૂબ જ ફાયદા પહોંચાડે છે અને અનેક પ્રકારની બીમારીઓ સામે લડવા માટે સક્ષમ બનાવે છે. જો તમે પણ પોતાને સ્વાસ્થ્યમંદ અને ફિટ રાખવા ઈચ્છતા હોવ તો આજથી જ તમારા ડેઇલી ડાયટમાં અંજીરને સામેલ કરી લો. અંજીર વજન ઘટાડવા, પાચનને સારું બનાવવા, કબજિયાતથી રાહત અને બ્લડ શુગરને નિયંત્રિત કરવાની સાથે અનેક બીમારીઓનો રામબાણ ઈલાજ છે. તેના સિવાય આ શરીરને અઢળક ફાયદા પહોંચાડે છે.

તમે તમારી આસપાસ અંજીરના અનેક ઊંચા ઊંચા ઝાડ જોયા હશે જેમાંથી ખરી જતા અંજીર અનેક વાર ગંદકી પણ ફેલાવે છે. પરંતુ જ્યારે આપણા શરીરમાં ગંદકીને સાફ કરવાની વાત આવે તો આ અત્યંત અસરકારક છે. બહારથી બિલકુલ ડુંગળી જેવું દેખાતું આ ફળ મીઠું અને રસીલું હોય છે. આયુર્વેદ પણ તેના ગુણો ના કારણે તેને ડેલી ડાયટમાં સામેલ કરવાની સલાહ આપે છે. અહીંયા અમે તમને કેટલીક રીત જણાવીશું જેનાથી તમે અંજીરને સરળતાથી તમારા ડાયટમાં સામેલ કરી શકો છો અને તેના ગુણોનો લાભ લઈ શકો છો. ડોક્ટરોનું કહેવું છે કે અંજીરને સવારમાં ખાલી પેટે સૌથી પહેલા તમારા નાસ્તામાં સામેલ કરવું વધારે સારું છે. દરરોજ બે થી ત્રણ અંજીર ખાઈ શકાય છે.1) બીજા ફળોની જેમ જ કાપીને ખાઓ:- અંજીર ને ખાવાની રીત સૌથી સરળ છે તમે બસ કેટલાક તાજા અંજીર ખરીદો અને ઘરે લાવીને તેને કાપીને ખાઈ લો. તમે સવાર સવારમાં બે થી ત્રણ અંજીર ખાઈ શકો છો. આ ફળમાં ભરપૂર પ્રમાણમાં ફાઇબર હોય છે જે તમને લાંબા સમય સુધી ભરપેટ રાખે છે અને વજન ઘટાડવામાં મદદ કરે છે. સૂકા અંજીર આખું વર્ષ મળે છે પરંતુ તેમાં ખાંડનું પ્રમાણ અને કેલેરી વધારે હોય છે તેથી જો તમે વજન ઘટાડવા ઈચ્છતા હોવ તો સૂકા અંજીર ખાવાથી બચવું. સૂકા અંજીર ને આખી રાત પલાળીને ખાવાથી તેના ફાયદા બમણા થાય છે.

2) દૂધ સાથે અંજીરનું કરો સેવન:- તમે દૂધમાં એક થી બે અંજીરને ઉકાળી લો ત્યારબાદ તમારુ ઇમ્યુનિટી બુસ્ટર ડ્રિંક બનીને રેડી છે. આ રીતે અંજીરની સાથે જ દૂધ ના ફાયદા પણ તેમાં સામેલ થઈ જાય છે જે શરીરના રોગોથી લડવાની ક્ષમતા વધારે છે અને અલગ અલગ પ્રકારના વાઇરસથી લડવામાં મદદરૂપ થાય છે. તમે આ દૂધને રાત્રે પીવો જેથી તમને સારી ઊંઘ આવવામાં  મદદ મળશે.3) અંજીરની બનાવેલી મીઠાઈ છે સ્વાસ્થ્યવર્ધક:- અંજીર તમારા દરેક પ્રકારના ડેઝર્ટમાં ખાંડનો એક સ્વસ્થ વિકલ્પ બની શકે છે કારણ કે આનું ટેક્સચર ખૂબ જ નક્કર હોય છે. તેથી તમે આમાંથી હલવો, પુડિંગ, જામ અને પાઈ જેવી વસ્તુઓ સરળતાથી બનાવી શકો છો. તમે અંજીરમાંથી કેક, મફીન્સ અને બરફી પણ બનાવી શકો છો. જે ડાયાબિટીસના દર્દીઓ પણ ખાઈ શકે છે. આનાથી વજન પણ નિયંત્રિત રહે છે. 

4) અંજીરને બનાવો નાસ્તાનો ભાગ:- જો તમે સીરીયલ કે ઓટમીલ ખાવ છો તો તેમાં તમે અંજીને સામેલ કરી શકો છો. બાઉલમાં ઓટમીલ કે મુસળી સાથે કેટલાક મેવા, ફળ, અને અંજીર સામેલ કરીને તેના પોષક તત્વોને વધુ વધારી શકાય છે.

5) લંચમાં ખાઓ અંજીરનું સલાડ:- તમે તમારા સલાડમાં કેટલાક સૂકા અંજીરને મેળવો છો તો તેમાં પાણીનું પ્રમાણ વધી જશે અને સાથે જ તમારું સલાડ ક્રંચી પણ થઈ જશે. અંજીરવાળું સલાડ તમારા. લંચ માટે એક સારો વિકલ્પ છે તેનાથી તમે ઘણું પોષણ પણ મેળવી શકશો.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

Leave a Comment