કરો આ 1 વસ્તનું સેવન, જીવો ત્યાં સુધી નહિ થાય કોલેસ્ટ્રોલ કેન્સર અને ડાયાબિટીસ જેવી જીવલેણ બીમારી, જાણો સેવનની રીત ઝડપથી ઘટશે વજન…

મિત્રો એવું કહેવાય છે કે આપણું સ્વાસ્થ્ય જ આપણી સંપત્તિ છે. જો સ્વાસ્થ્ય સારું રહેશે તો દરેક કામ સરળ રીતે થશે. તેથી સ્વાસ્થ્યને સંતુલિત રાખવા માટે હંમેશા ફળોનું સેવન કરવાની સલાહ આપવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ફળ દ્વારા વિવિધ પોષક તત્વોની પૂર્તિ સરળતાથી થાય છે. એવું જ એક ફળ કમરખ છે જે અનેક ગુણોનો ભંડાર છે. તેને સ્ટાર ફ્રુટના નામથી પણ ઓળખાય છે. આજે અમે તમને આ લેખના માધ્યમથી સ્ટાર ફળના ફાયદા વિશે જણાવીશું. જો તમે પણ હંમેશા સ્વસ્થ રહેવા ઈચ્છતા હોવ તો આ સ્ટાર ફળનો લેખ સંપૂર્ણ વાંચો 

કમરખ ફળને સ્ટાર ફ્રુટના નામથી પણ ઓળખાય છે. જ્યારે તેને નાના નાના ભાગમાં કાપવામાં આવે છે તો આ તારા ના આકાર જેવું દેખાય છે. તેથી તે સ્ટાર ફળના નામથી પણ ઓળખાય છે. તેનું વૈજ્ઞાનિક નામ Averrhoa Carambola છે. સ્ટાર ફળ પીળા રંગનું હોય છે. આનું ફળ પાક્યા બાદ હળવા નારંગી રંગનું થઈ જાય છે અને સ્વાદમાં થોડું ખાટું હોય છે. આ બજારમાં તમને સરળતાથી મળી જશે. સડકના કિનારે લાગેલી લારીઓ પર પણ જોવા મળે છે.સ્ટાર ફળ ના ફાયદા:- સ્ટાર ફળના ઔષધીય ગુણ તમારા સ્વાસ્થ્યને વિવિધ રૂપે ફાયદો પહોંચાડે છે. આ ફળમાં વિટામિન બી અને ફાઇબર જેવા પોષક તત્વો ઉપલબ્ધ હોય છે. આ તમારા પાચન સ્વાસ્થ્યથી લઈને સ્ટ્રોક અને હૃદય રોગથી બચાવી રાખવાનું કામ કરે છે. આ ફળના પાન પણ પેટના અલ્સરને મટાડવા માટે કામ આવી શકે છે. આ ફળ વાળની જડોને મજબૂત કરવાનું કામ પણ કરે છે.

1) વજન ઘટાડવા:- જો તમે વધતા વજનથી પરેશાન હોવ તો સ્ટાર ફળ દ્વારા તમે તમારું વજન ઘટાડી શકો છો. એક્સપર્ટ દ્વારા કરવામાં આવેલા સંશોધન દ્વારા એ જાણવા મળે છે કે કમરખ ફળમાં ફાઇબર પૂરતા પ્રમાણમાં હોય છે, જ્યારે કેલેરી ઓછી હોય છે. તેથી સ્ટાર ફળને સીમિત માત્રામાં ખાવાથી વજન ઘટાડવામાં મદદ મળે છે.2) કેન્સર:- કેન્સરની સમસ્યાથી બચવા માટે સ્ટાર ફળ ખાવાના ફાયદા જોઈ શકાય છે. એવું એટલા માટે સંભવ છે કારણ કે સ્ટાર ફળ માં બીટા કેરોટીનનું પ્રમાણ ઉપલબ્ધ હોય છે. બીટા કેરોટીન એન્ટિઓક્સિડેન્ટ ની જેમ કામ કરે છે. બીટા કેરોટીનની માત્રા નું સેવન કેન્સરના જોખમને ઘટાડવા માટે પ્રયોગ કરી શકાય છે.

3) ડાયાબિટીસ:- વૈજ્ઞાનિકોએ કરેલા એક રિસર્ચમાં એ વાત સ્પષ્ટ થાય છે કે સ્ટાર ફળના છોડના પાનમાંથી નીકળતા અર્ક ગ્લુકોઝના સ્તરમાં સુધારો કરી શકે છે. આ પ્રકારે શરીરમાં ગ્લુકોઝના સ્તરને સંતુલિત કરીને ડાયાબિટીસથી થતા જોખમને ઘટાડી શકાય છે.4) રોગપ્રતિકારક ક્ષમતા:- રોગપ્રતિકારક ક્ષમતા મજબૂત બનાવવા માટે પણ સ્ટાર ફળના ઔષધીય ગુણ જોવા મળે છે. આવું એટલા માટે સંભવ છે કારણ કે સ્ટાર ફળમાં બીટા કેરોટીન ઉપલબ્ધ હોય છે. માનવ શરીર બીટા કેરોટીનને વિટામીન એ માં બદલી દે છે. જે ઇમ્યુનિટી સિસ્ટમને મજબૂત બનાવવામાં મદદ કરે છે. તેના સિવાય આ આંખોના સ્વાસ્થ્ય માટે પણ સારું માનવામાં આવે છે.

5 ) પાચન:- સ્ટાર ફળ ના ફાયદા પાચન-સ્વાસ્થ્યને સારું બનાવી રાખવામાં પણ કામ આવી શકે છે. સ્ટાર ફળને ફાઇબર યુક્ત ફળોની શ્રેણીમાં મુખ્ય રૂપે ગણવામાં આવે છે. ફાઇબર યુક્ત આહારનું સેવન કરવાથી આ તમારા પાચનને સ્વસ્થ બનાવી રાખવામાં મદદ કરી શકે છે. સાથે જ ફાઇબરનું સેવન કબજિયાતની સમસ્યાને પણ દૂર કરવામાં અસરકારક છે.6) હૃદય:- હૃદયના સ્વાસ્થ્યને સારું બનાવવા માટે અને હૃદય રોગના કારણે થતા જોખમોને દૂર કરવા માટે પણ કમરખ ફળનું સેવન કરી શકાય છે. સ્ટાર ફળમાં વિટામીન b9 ની માત્રા ઉપલબ્ધ હોય છે જે શરીરમાં થતા હૃદય રોગોના જોખમોથી બચાવી રાખવામાં મદદ કરે છે. તેના સિવાય આ સ્ટ્રોકના જોખમને પણ ઘટાડવામાં મદદરૂપ થાય છે. ઉપરાંત સ્ટાર ફળ માં હાજર ફાઇબર પણ હૃદય રોગને ઠીક કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે.

7) કોલેસ્ટ્રોલ:- કોલેસ્ટ્રોલ શરીરની દરેક કોશિકાઓમાં ઉપલબ્ધ હોય છે. જો તેના સ્તરમાં વધારો થાય તો આ હૃદય રોગનું એક મુખ્ય કારણ બની શકે છે. તેથી કોલેસ્ટ્રોલના સ્તરને ઘટાડવા માટે કમરખ ફળ ખૂબ જ ફાયદાકારક છે. સ્ટાર ફળ માં કોલેસ્ટ્રોલનું નહિવત પ્રમાણ હોય છે. જેના સેવનથી કોલેસ્ટ્રોલ વધવાનું જોખમ નથી રહેતું.8) શ્વાસ સંબંધી સમસ્યાઓ:- શ્વાસ સંબંધી સમસ્યાઓમાં પણ સ્ટાર ફળ ખાવાના ફાયદા છે. વળી સ્ટાર ફળ માં એન્ટીઓક્સિડન્ટ,આયર્ન, ઝીંક,ફોસ્ફરસ અને મેગ્નેશિયમ જેવા ગુણો ઉપલબ્ધ હોય છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે સ્ટાર ફળનું સેવન કરવાથી અસ્થમા જેવી શ્વાસ સંબંધી સમસ્યાને ઠીક કરી શકાય છે.

9) બ્લડ પ્રેશર:- બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવા માટે સ્ટાર ફળ ખૂબ જ ફાયદાકારક છે. તેના માટે સ્ટાર ફળના ઔષધીય ગુણ કામ કરે છે. સ્ટાર ફળમાં પોટેશિયમનું પ્રમાણ ઉપલબ્ધ હોય છે અને પોટેશિયમની માત્રા શરીરમાં બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદરૂપ થાય છે.10) હાડકા:- સ્ટાર ફળનો ઉપયોગ હાડકાને સ્વસ્થ રાખવા માટે પણ કરી શકાય છે. એ તો આપણે સૌ જાણીએ છીએ કે હાડકાને સ્વસ્થ રાખવા અને મજબૂત બનાવવા માટે કેલ્શિયમની આવશ્યકતા હોય છે અને સ્ટાર ફળ માં કેલ્શિયમ પોષક તત્વો પર્યાપ્ત માત્રામાં હાજર હોય છે. કેલ્શિયમ યુક્ત ખાદ્ય પદાર્થોનું સેવન તમારા હાડકાને મજબૂત અને સ્વસ્થ રાખવામાં મદદરૂપ થાય છે.

સ્ટાર ફળને સેવન કરવાની રીત:- સ્ટાર ફળનું જ્યુસ કરીને તેનું સેવન કરી શકાય છે. સ્ટાર ફળને આમ જ કાપીને ખાઈ શકાય છે. સૂપ ના રૂપમાં પણ સ્ટાર ફળનો ઉપયોગ કરી શકાય છે.ફ્રુટ સલાડના રૂપમાં પણ કમરખનું સેવન કરી શકાય છે. આનું શાક બનાવીને પણ ખાઈ શકાય છે. સ્ટાર ફળની ચટણી પણ બનાવી શકાય છે. સ્ટાર ફળ ને સુકવીને તેનું ચૂરણ પણ બનાવી શકાય છે.

ક્યારે ખાવું:- સ્ટાર ફળને સવારે ફળના રૂપમાં અને સાંજે સૂપના રૂપે ઉપયોગ કરી શકો છો. ડિનરમાં તમે આને ફ્રુટ સલાડની જેમ ખાઈ શકો છો.

કેટલા પ્રમાણમાં ખાવું:- એક દિવસમાં સ્ટાર ફળનું લગભગ 100 થી 200 ગ્રામની માત્રામાં સેવન કરી શકાય છે. શરીરને આવશ્યક પોષક તત્વોની જરૂર ને ધ્યાનમાં રાખતા બહેતર રહેશે કે તમે કોઈ જાણકારની સલાહ લઈને તેનું ઉચિત માત્રામાં સેવન કરવું જોઈએ.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

Leave a Comment