શરીર માટે હેલ્દી કહેવાતી આ વસ્તુઓ સાંજે ખાવાની ભૂલ ન કરતા, પેટમાં બની જશે ગેસ અને એસિડ, નહિ આવે નિરાંતે ઊંઘ… જાણો કંઈ કંઈ વસ્તુ ન ખાવી…

મિત્રો એવું કહેવામાં આવે છે કે અમુક ફૂડને રાત્રે  ન ખાવા જોઈએ. ભલે તે હેલ્દી. કારણ કે તેનાથી પેટમાં એસીડીટી અને ગેસ થઇ શકે છે. અને તમારી નીંદર ખરાબ થઇ શકે છે. ચાલો તો આપણે આ લેખમાં જાણી લઈએ આ ફૂડ વિશે. રાતની ઊંઘ પૂરી થવી ખૂબ જરૂરી હોય છે. માનવામાં આવે છે કે, જો તમે રાત્રે 7-8 કલાકની ઊંઘ ન લઈ રહ્યા હોય તો તે તમારા સ્વાસ્થ્યને બગાડી શકે છે. જાણવા મળતી માહિતી મુજબ, અપૂરતી ઊંઘ અને ઊંઘ સંબંધી વિકારોને કારણે વ્યક્તિમાં ઉચ્ચ રક્તચાપ, ડાયાબિટીસ, સ્થૂળતા, અવસાદ, હ્રદય રોગ અને સ્ટ્રોકનું જોખમ વધી જાય છે. 

ઘણા લોકોમાં આખી રાત જાગવા અને સવારે સુવાની ટેવ હોય છે. મોટાભાગે આવા લોકો આખી રાત જાગવાનુ કારણ ઊંઘ ન આવવી જણાવે છે. શું તમે જાણો છો કે રાત્રે ઊંઘ ન આવવાનું કારણ તમારા દ્વારા ડિનરમાં લેવામાં આવતું ભોજન હોઈ શકે છે? હા, ઘણા એવા ફૂડ્સ અને શાકભાજી છે જેને રાત્રે ખાવાની ના પાડવામાં આવે છે. તેમાં એ ફૂડ્સ પણ સમાવિષ્ટ છે જે તમારા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે પરંતુ તમારી ઊંઘ માટે નહીં. ચાલો તમને જણાવી એવા જ સુપરહેલ્થી ફૂડ વિશે જેને રાત્રે ન ખાવા જોઈએ.1) રાજમા:- યુએસ ડિપાર્ટમેંટ ઓફ એગ્રીકલ્ચર મુજબ, રાજમામાં આયરન, કોપર, ફોલેટ, મેગ્નેશિયમ, કેલ્શિયમ અને વિટામિન સી જેવા પોષકતત્વો જોવા મળે છે. તેની સાથે જ તેમાં ફાઈબર પણ જોવા મળે છે, જે પાચનક્રિયાને મજબૂત બનાવવાની સાથે સાથે કબજિયાત જેવી સમસ્યાઓથી પણ છુટકારો અપાવવાનું કામ કરે છે. આટલું ફાયદાકારક હોવા છતાં પણ તેને રાત્રે ન ખાવાની સલાહ આપવામાં આવે છે કારણ કે તેમાં રહેલ ફાઈબર દુખાવવા સાથે ગેસનું કારણ બની શકે છે. 

2) બ્રોકલી:- રહેલ ફાઈબર પચવામાં વધારે સમય લાગે છે જેના કારણે તમારી રાતની ઊંઘ ખરાબ થઈ શકે છે. સાથે જ સવારે ગેસ કે એસિડિટીની સમસ્યા પણ થઈ શકે છે.3) ટામેટાં:- ટામેટાં ખાવાથી તમારી ઊંઘ પર નકારાત્મક અસર પડી શકે છે. તે મુખ્ય રૂપથી ટાયરામાઈનનું કારણ હોય છે, જે એક પ્રકારનું એમીનો એસિડ હોય છે, જે તમારા મસ્તિષ્કની ગતિવિધિને વધારે છે અને ઊંઘમાં મોડુ કરે છે. તે સિવાય તેમાં રહેલ ઉચ્ચ વિટામિન સી સામગ્રીના કારણે રાત્રે સરખું ન પચવાથી એસિડિટીનું પણ કારણ બને છે. 

4) રીંગણાં:- રીંગણાંમાં પણ ટામેટાંની જેમ જ એમીનો એસિડ ટાયરામાઈનની ઉચ્ચ માત્રા હોય છે. જેનાથી નેરપેનેફ્રીનનું સ્તર વધી જાય છે જે એક ઊત્તેજક છે જે બોડીને એક્ટિવ રાખવાનું કામ કરે છે. માટે તેને રાતના ભોજનમાં સમાવિષ્ટ કરવા જોઈએ નહીં.5) કાકડી:- કાકડી 95% પાણીથી બનેલી હોય છે. તેનું ભરપૂર સેવન નિશ્ચિત રૂપથી તમને પૂર્ણ અને ભરાયેલા અનુભવ કરાવે છે. પરંતુ તેને રાત્રે ખાવાથી બચવું જોઈએ. કારણ કે તે ઊંઘ બગાડવાની સાથે જ બ્લોટિંગનું કારણ પણ બની શકે છે. 

6) ફુલાવર:- ફુલાવર સામાન્ય રીતે સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું ગણાય છે, પરંતુ સૂતા પહેલા તેનું સેવન ન કરવું જોઈએ. આ શાકભાજી સરખી રીતે તમારી સુવાની ક્ષમતામાં હસ્તક્ષેપ કરી શકે છે. કારણ કે તેમાં રહેલ ફાઈબરને તમે સૂવાનો પ્રયત્ન કરો ત્યારે પણ પચાવી રહ્યા હોય છો. 7) દહીં:- દહીં સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. પરંતુ તેને રાત્રે ન ખાવું જોઈએ. તેની તાસીર ગરમ હોય છે અને તે પચવામાં પણ સમય લાગે છે. જેનાથી તમે આખી રાત બેચેની અનુભવી શકો છો. તે સિવાય આયુર્વેદ જણાવે છે કે રાત્રે દહીંનું સેવન સારું નથી કારણ કે તે કફનું કારણ બને છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

Leave a Comment