આ છે પાચન, તણાવ અને મોં ના અલ્સરનો અકસીર ઈલાજ… બચાવશે થાયરોઇડ અને કેન્સર જેવી જીવલેણ બીમારીથી… ફાયદા જાણીને રહી જશો દંગ…

મિત્રો ફણસ એક ખૂબ જ સ્વાસ્થ્યવર્ધક શાક છે. તેમાં અનેક વિટામિન ઉપલબ્ધ હોય છે જેમ કે, વિટામિન સી, ઈ, પોટેશિયમ, કેલ્શિયમ, આયર્ન, ફોલિક એસિડ, મેગ્નેશિયમ વગેરે. જે શરીરની તંદુરસ્તી જાળવવામાં સહાયતા કરે છે. શરીરને જરૂરી વિટામીન, પ્રોટીન્સ અને કેલ્શિયમ વગેરે ફણસમાં ઉપલબ્ધ હોય છે. આમ ફણસ એ આયુર્વેદિક દવાથી સહેજ પણ ઓછું નથી. ફણસમાં વિવિધ પ્રકારના આયુર્વેદિક ગુણોનો ખજાનો ઉપલબ્ધ છે. ઘણા બધા પ્રકારના આયુર્વેદિક ગુણધર્મો ફણસમાં હોય છે. તો આજે આપણે આ લેખના માધ્યમથી જાણીશું ફણસના ફાયદા.

કેન્સર ના જોખમને દૂર કરવા માટે ફણસમાં ઉપલબ્ધ ગુણધર્મો દૂર કરવામાં મદદ કરે છે. તબીબી દ્રષ્ટિએ તેને એન્ટી કેન્સર પણ કહી શકાય, કારણ કે તેમાં ફાયટોન્યુટ્રિએન્ટ્સ હાજર હોય છે, જે કેન્સર વિરોધી અને વૃદ્ધત્વ વિરોધી ગુણધર્મો ધરાવે છે. આવી સ્થિતિમાં, તમારે ફણસનું સેવન અવશ્ય કરવું જોઈએ.ચહેરા પરની કરચલીઓ દૂર કરવા માટે સૌપ્રથમ ફણસની પેસ્ટ બનાવી લેવી અને તે પેસ્ટમાં એક ચમચી દૂધ ભેળવીને તેને ચહેરા પર લગાવવું. ત્યાર પછી ચહેરાને ગુલાબ જળ અથવા ઠંડા પાણીથી સાફ કરી લેવો. નિયમિત રીતે આ પ્રયોગ કરવાથી ચહેરા પરની બધી જ કરચલીઓ દૂર કરવામાં મદદ મળશે.

1) દરરોજ ફણસનાં બીજનું સેવન કરવાથી શરીરમાં આયર્ન વધે છે. ફણસનાં બીજ લોહનો સારો સ્રોત છે. આયર્ન તમારા મન અને હૃદયને સ્વસ્થ અને મજબૂત રાખવામાં સહાયતા કરે છે. તેની સાથે જ તે શરીરમાં લોહીની કમી દૂર કરે છે. જો તમે થાઇરોઇડની સમસ્યાથી પરેશાન હોવ તો તમારે ફણસનું સેવન કરવું જોઈએ. ફણસમાં  કોપર તત્વ ઉપલબ્ધ હોય છે જે થાઇરોઇડ ગ્રંથિના સ્ત્રાવને સંતુલિત રાખે છે.2) ફણસનાં બીજમાં વિટામિન એ હોય છે, જેથી તમારી દૃષ્ટિ સારી રહે છે. વિટામિન એ આંખો માટે જરૂરી પોષક તત્વ છે. વિટામિન એ હોવાને કારણે, તે તમારા વાળને સ્વસ્થ રાખે છે અને વાળને તૂટતા અટકાવે છે. આંખોની સમસ્યાઓ જેમ કે,આંખો ના નંબર, મોતિયા વગેરે જેવી બીમારી સામે તે રક્ષણ આપવામાં મદદરૂપ થાય છે.પાચક તંત્રની સમસ્યા દૂર કરવામાં આ ફણસના બીજ ખૂબ જ અસરકારક છે. ફણસના બીજ નો પાવડર પેટની સમસ્યાઓથી છૂટકારો મેળવવા માટે ઉપયોગ કરી શકાય છે.

3) મો ના અલ્સર માટે ફણસ એક વરદાનરૂપ છે. અલ્સર ને દૂર કરવા માટે ફણસ ના કાચા પાંદડા ચાવીને થૂંકવાથી રાહત થાય છે. આ પ્રક્રિયાને બે અથવા ત્રણ વખત દોહરાવવી જોઈએ. પેટની ગરમીના કારણે ફોલ્લાઓની સમસ્યા થાય છે, આ કિસ્સામાં ફણસ પેટને ઠંડુ રાખે છે. જે તમારા પેટ માટે ખૂબ ઉપયોગી છે.4) ફણસનાં બીજમાં પ્રોટીન અને બીજા પોષકતત્ત્વો પુષ્કળ પ્રમાણમાં ઉપલબ્ધ હોય છે, જે માનસિક તણાવ ઘટાડે છે. આ ત્વચાના રોગોને દૂર કરવામાં મદદ કરે છે. આ બીજનું સેવન કરવાથી ત્વચાની ચમકમાં વધારો થાય છે. અને તમારા વાળની પણ સુંદરતા વધે છે. ફણસમાં પોટેશીયમ ઉપલબ્ધ હોય છે જે હૃદયની સમસ્યાને દૂર કરવામાં મદદ કરે છે. કારણ કે આ બ્લડ પ્રેશરને લો કરવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. આ એક રેશાદાર ફળ છે જેમાં પુષ્કળ પ્રમાણમાં આયર્ન ઉપલબ્ધ હોય છે જેથી એનિમિયા ને દૂર કરે છે અને બ્લડ સર્ક્યુલેશનમાં વધારો કરે છે.

5) ફણસમાં વિટામીન સી અને વિટામિન ઈ ઉપલબ્ધ હોય છે, જે શરીરની ઇમ્યુનિટી ને વધારે છે. જો બીમારીના કારણે તમારી રોગપ્રતિકારક શક્તિ નબળી પડી ગઈ હોય તો તેવી સ્થિતિમાં ફણસનું સેવન લાભદાયક છે. ચહેરા પરના ડાઘ ધબ્બા દૂર કરવા માટે ફણસના બીજના ચૂર્ણ ને મધમા ભેળવીને ચહેરા પર લગાવવાથી ફાયદો થાય છે. તેનાથી ચહેરો સ્વચ્છ પણ થઈ જાય છે.6) ફણસમાં ખનિજનું પ્રમાણ પણ વધારે હોય છે જે હોર્મોનને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. ફણસ મેગ્નેશિયમથી ભરપુર હોવાથી હાડકાને સ્વસ્થ અને મજબુત બનાવવામાં ફાયદાકારક છે. ફણસમાં ઉપલબ્ધ પોટેશિયમ હૃદયની સમસ્યાથી છૂટકારો અપાવવામાં મદદરૂપ થાય છે. ફણસ અલ્સર અને પાચન સંમ્બધી સમસ્યાને દૂર કરવામાં મદદ કરે છે. ફણસમાં ફાઇબર હોવાથી કબજિયાતની સમસ્યા દૂર કરવામાં ફાયદાકારક છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

Leave a Comment