બેડ કોલેસ્ટ્રોલને જડમૂળથી સાફ કરી હાર્ટએટેકથી રાખશે હંમેશા દુર, ખાવા લાગો આ લીલી ચટણી જીવો ત્યાં સુધી નહિ વધે કોલેસ્ટ્રોલ….

શરીરમાં જયારે ખરાબ કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધે છે ત્યારે હાર્ટને લગતી અનેક બીમારીઓ જન્મ લે છે. આથી હૃદયને હેલ્દી રાખવા માટે તમારે ખરાબ કોલેસ્ટ્રોલને ખત્મ કરવું જરૂરી છે. આ માટે તમારે અમુક પ્રકારના ખોરાકનું સેવન કરવું ખુબ જ હિતાવહ રહે છે. જો શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલ વધી જાય તો હાર્ટ એટેક નું જોખમ પણ વધી શકે છે. આ ખરાબ કોલેસ્ટ્રોલ શરીરની નસમાં જામી જાય છે અને લોહીનું પરિભ્રમણ બંધ કરી દે છે જે હાર્ટ એટેકનું કારણ બને છે. 

આજકાલ લોકોની લાઇફસ્ટાઇલ, ખાણીપીણીની આદતો એટલી ખરાબ થતી જય રહી છે કે, ગુડ કોલેસ્ટ્રોલની જગ્યાએ બેડ કોલેસ્ટ્રોલ વધારે વધી રહ્યું છે. શરીરમાં વધારે ખરાબ કોલેસ્ટ્રોલ હોવાથી તમારા હ્રદયને નુકસાન પહોંચી શકે છે. બેડ કોલેસ્ટ્રોલ શરીરને ખરાબ રીતે નુકસાન પહોંચાડી શકે છે. એવામાં બોડીમાંથી હાનિકારક કોલેસ્ટ્રોલને ઓછું કરવા માટે તમારે અમુક હેલ્થી વસ્તુઓનું સેવન કરવું જોઈએ. તેમાં તમારી મદદ કરશે લીલી ચટણી. હા, અમે તમને એક એવી લીલી ચટણીની રેસીપી જણાવવા જઇ રહ્યા છીએ જે બેડ કોલેસ્ટ્રોલ ઘટાડવાનું કામ કરે છે. આ ચટણી કોથમરી અને ફુદીનામાંથી તૈયાર થાય છે. આ હેલ્થી ચટણીની રેસીપી શેર કરી છે ન્યુટ્રિશનિસ્ટ. આ પોસ્ટમાં તેમણે બેડ કોલેસ્ટ્રોલના નુકસાન જનાવવાની સાથે જ લીલી ચટણીના ફાયદાઓ વિશે પણ જણાવ્યુ છે.એક્સપર્ટ જણાવે છે કે આપણે એ સમજવાની જરૂરિયાત છે કે, આપણે જે પણ ખાઈએ છીએ તેની આપણાં શરીરમાં પ્રોડ્યુસ થતાં બેડ કોલેસ્ટ્રોલની માત્રા પર મોટી અસર પડે છે. જો બેડ કોલેસ્ટ્રોલ વધે છે તો, આગળ જતાં હાર્ટ એટેક, સ્ટ્રોક અને એથેરોસ્ક્લેરોસિસ જેવી ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓનું જોખમ પણ વધી જાય છે. આ ગંભીર સમસ્યાઓથી બચવા માટે તમારે હેલ્થી ઇટિંગ હેબિટ્સ અજમાવવાની જરૂરિયાત છે. તે માટે તમે નેચરલ રીતે કોલેસ્ટ્રોલને ઘટાડવા માટે ઘરમાં બનેલી આ લીલી ચટણીનું સેવન કરો. કોથમરી, ફુદીના, લીલા મરચાં, લસણ વગેરેથી તૈયાર આ ચટણીમાં કોલેસ્ટ્રોલને ઘટાડવાના ગુણ રહેલા હોય છે. 

લીલી ચટણી બનાવવા માટે સામગ્રી:- કોથમરી- 50 ગ્રામ, ફૂદીનો- 20 ગ્રામ, લીલા મરચાં- જરૂરિયાત મુજબ , લસણ- 20 ગ્રામ, ફ્લેક્સસિડ ઓઇલ- 15 ગ્રામ, ઈસબગુલ- 15 ગ્રામ, મીઠું- સ્વાદ અનુસાર, લીંબુનો રસ- 10 એમએલ, પાણી. લીલી ચટણી બનાવવાની રીત:- કોથમરી અને ફુદીનાને સરખી રીતે પાણીથી ધોઈને સાફ કરી લો. એક બ્લેંડરમાં કોથમરી, ફૂદીનો, મરચાં, લસણ, ફ્લેક્સસિડ ઓઇલ, મીઠું, ઈસબગુલ, લીંબુનો રસ, થોડું પાણી નાખીને બ્લેન્ડ કરી લો. બે થી ત્રણ વખત બ્લેન્ડ કરવાથી તે સરખું પેસ્ટ બની જાય છે. ટેસ્ટી અને હેલ્થી બેડ કોલેસ્ટ્રોલની અસર ઘટાડનારી ચટણી તૈયાર છે. 

કોથમરી અને ફુદીનાના પાંદડાના ફાયદા:- આ બંને હેલ્થી હર્બ્સ છે. તેમાં ક્લોરોફીલ ખૂબ વધારે હોય છે. કોથમરી અને ફુદીનાના પાંડા પાચનને સારું બનાવે છે, કોલેસ્ટ્રોલ લેવલ ઘટાડે છે, કારણ કે તેમાં ફાઈબરની માત્રા વધારે હોય છે. 

લસણના ફાયદા:- આ લીલી ચટણીમાં ઉપયોગમાં લેવામાં આવતું લસણ લોહીને પાતળું કરીને બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલ લેવલ ઓછું કરે છે. સાથે જ બ્લડ વેસલ્સના સંકોચનને પણ અટકાવે છે.ઈસબગુલના ફાયદા:- ઈસબગુલ પણ ઘણા પ્રકારે સ્વાસ્થ્ય માટે લાભદાયી હોય છે. તે કબજિયાતની સમસ્યાને દૂર કરે છે. બાઉલ મુવમેંટને રેગ્યુલર કરે છે. પાચન શક્તિને તંદુરસ્ત કરે છે. કોલેસ્ટ્રોલ ઘટાડે છે. એટલું જ નહીં, બ્લડ શુગરને પણ રેગ્યુલેટ કરે છે. 

ફ્લેક્સસિડના ફાયદા:- ફ્લેક્સસિડમાં ઓમેગા-3 ફૈટ્સ ખૂબ હોય છે, જે કોલેસ્ટ્રોલ લેવલ અને ટ્રાઇગ્લિસેરાઇડ્સને ઘટાડે છે. ડાયાબિટીસના રોગીઓમાં બ્લડ શુગર લેવલને વધતું અટકાવે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

Leave a Comment