આ ફળ શરીર માટે છે શક્તિના કારખાના સમાન, લોહીની ઉણપ, સાંધાના દુખાવા સહિત નબળાઈ ચપટીમાં કરી દેશે ગાયબ…

પ્રાચીન કાળ થી જ આપણા દેશમાં ખજૂરનો ઉપયોગ થાય છે. ચરકના વખતથી ખજૂર શ્રમહર તત્ત્વ તરીકે જાણીતું છે. ખજૂર રેચક પણ છે. રાત્રે પલાળી રાખીને સવારે બરાબર ચોળી-મસળીને તેને પીવાથી ઝાડો-દસ્ત સાફ આવે છે. ખજૂરમાંથી બનતો આસવ સંગ્રહણીના રોગીઓ માટે હિતકારક છે. તાવમાં મોઢું સુકાતું હોય અને શોષ પડતો હોય તો મોઢામાં ખજૂર અથવા દ્રાક્ષ રાખવી જોઈએ તેનાથી રાહત થાય છે.

ખજૂર ચાળીસ તોલા, આમલી પાંચ તોલા આમલી ચોળીને તેનું પાણી લેવું, દ્રાક્ષ બે તોલા, મરચું એક તોલો, આદું એક તોલો, જરૂર પૂરતું મીઠું અને ચાર તોલા ખાંડ નાખીને તેની ચટણી બનાવવાથી તે સ્વાદિષ્ટ અને ગુણકારી બને છે. આ ચટણી ખાવાથી ખોરાકમાં રુચિ ઉત્પન્ન થાય છે, ખોરાકનું પાચન થાય છે અને ભૂખ લગાડે છે.

ખજૂર પાંચ તોલા, જીરું એક તોલો, સિંધવ મીઠુ એક તોલો, મરી એક તોલો, સૂંઠ એક તોલો, પીપરીમૂળ અર્ધો તોલો અને લીંબુનો રસ  એક આની ભાર સર્વને બારીક વાટી ચાટણ બનાવીને ચાટવાથી વાયુની સમસ્યામાં રાહત થાય છે. આ ચાટણ ખૂબ જ સ્વાદિષ્ટ અને પાચક હોય છે.

દરરોજ થોડુ ખજૂર ખાધા બાદ ઉપર ચાર-પાંચ ઘૂંટડા ગરમ પાણી પીવાથી કફ પાતળો બનીને ગળફાના રૂપમાં બહાર નીકળે છે, ફેફસાં સાફ બને છે, સળેખમ, શરદી, ખાંસી અને દમ જેવા રોગો દૂર કરી શકાય છે તેમજ લોહી શુદ્ધ થાય છે.

ખજૂરની પાંચ પેશીનો ઉકાળો કરી તેમાં અર્ધો તોલો મેથી નાખી પીવાથી કમરના દુખાવામાં રાહત થાય છે.  ઝાડામાં રાહત મેળવવા કે બંધ કરવા માટે ખજૂરનો ઠળિયો બાળી કોલસો કરી તેની બબ્બે માસા રાખ દિવસમાં બે-ત્રણ વાર ઠંડા પાણી સાથે લેવાથી દસ્ત-ઝાડા બંધ થાય છે.

ખજૂર કે ખારેકના ઠળિયાને બાળી તેની રાખ કરી, કપૂર અને ધી મેળવી ખરલ કરી ખરજવા પર લગાવવાથી ખરજવું મટે છે. ખજૂરનો થોડા મહિના સુધી નિયમિત ખોરાક તરીકે ઉપયોગ કરવાથી વારંવાર બેભાન થતી હોય તેવી સ્ત્રીઓને હિસ્ટીરિયા મટે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

Leave a Comment